RBI Plastic Notes: હવે દેશમાં પ્લાસ્ટિકની ચલણી નોટો ચાલશે, કાગળની કરન્સી છાપવા પાછળ થતાં ખર્ચ સામે RBIનો પ્લાન તૈયાર



2012માં UPA તત્કાલિન સરકાર દ્વારા 5 શહેરોમાં 10ના દરની પ્લાસ્ટીક નોટો ચલણમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ તકનીકી સમસ્યાના કારણે પ્રોજેક્ટ પડતો મૂકાયો હતો

RBI Plastic Notes: દેશમાં ચલણી નોટની સતત વધતી માંગને પુરી કરવા માટે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવી શકે છે. હકીકતમાં પટના અને મુંબઈમાં રિઝર્વ બેંકની બોર્ડની મળેલી બેઠકોમાં પ્લાસ્ટિકની નોટ છાપવા અંગે ગંભીરતાથી વિચારણા કરવામાં આવી છે.




અત્યારે ચલણમાં રહેલી કાગળની નોટોની સરખામણીમાં પ્લાસ્ટિકની નોટો છાપવામાં ઓછો ખર્ચ થાય છે. તેમજ પ્લાસ્ટિકની નોટો લાંબા સમય સુધી ફાટતી નથી. આટલું જ નહીં, દેશના ATMમાંથી આવી પ્લાસ્ટિકની નોટો સરળતાથી નીકળે તે માટે તેને અપગ્રેડ કરવામાં આવશે.




હાલ ચલણમાં રહેલ કાગળની નોટો વધારે લાંબા સમય સુધી વાપરવામાં આવે, તો તે ગંદી થવા સાથે ફાટવા માંડે છે. RBIના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, નાણાંકીય વર્ષ 2024-25માં લગભગ 23.8 અબજની કિંમતની આવી ગંદી થઈ ગયેલી અને ફાટેલી નોટોનો નાશ કરવામાં આવ્યો હતો. જે ગત વર્ષે રૂ.21.24 અબજની સરખામણીમાં 12.3 ટકા વધુ છે. જેમાં સૌથી વધુ 100 અને 500 રૂપિયાના દરની નોટો હતી.

Post a Comment

Previous Post Next Post

Crime News

Sports