હવામાન વિભાગ (IMD)ની ચોમાસા અંગે ચિંતાજનક આગાહી. જૂન મહિનામાં વરસાદ ઓછો પડશે અને ગુજરાત, યુપી અને બિહાર સહિત 8 રાજ્યોમાં હીટવેવના રેકોર્ડ તૂટશે. જાણો અલ-નીનોની શું થશે અસર.
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD) દ્વારા દક્ષિણ-પશ્ચિમ ચોમાસા (Southwest Monsoon) માટે બીજું લાંબાગાળાનું પૂર્વાનુમાન (Long-range forecast) જાહેર કરવામાં આવ્યું છે.
ના સત્તાવાર અહેવાલ મુજબ, આગામી જૂન મહિનામાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત ધીમી રહેશે અને સામાન્ય કરતાં ઓછો વરસાદ નોંધાવાની આશંકા છે. આ સાથે જ, જૂન મહિનાની શરૂઆતથી જ દેશના અનેક રાજ્યોમાં પ્રચંડ ગરમી અને હીટવેવ (લૂ) પોતાનો કહેર વર્તાવે તેવી શક્યતા છે.
હવામાન વિભાગના મહાનિર્દેશક (DG) ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સમગ્ર દેશમાં સરેરાશના માત્ર 90 ટકા વરસાદ થવાની સંભાવના છે, જેમાં પણ 4 ટકાનો વધઘટ જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ, ઉત્તર-પશ્ચિમ ભારત અને ચોમાસાના મુખ્ય કૃષિ ક્ષેત્રોમાં વરસાદનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું રહેવાની સંભાવના છે. જો કે, દેશના કેટલાક ચુનંદા ભાગો જેમ કે ઉત્તર-પૂર્વ ભારત અને ઉત્તર-પશ્ચિમ ભારતના સરહદી વિસ્તારોમાં સામાન્ય વરસાદની અપેક્ષા છે.

إرسال تعليق